Jamnagar News : ધ્રોલમાં નકલી જંતુનાશક દવાનો પર્દાફાશ: ગુન્હો નોંધાયો 

(રિપોર્ટ: ઉમેશ ચાવડા) જામનગર જિલ્લાના ધ્રોલમાં નકલી જંતુનાશક દવાનો પર્દાફાશ થયો છે. ધ્રોલમાં આવેલ કામધેનુ એગ્રો સેન્ટરમાંથી BASF કંપનીની Priaxor નામની નકલી જંતુનાશક દવાની બોટલો મળી આવી છે. કંપનીના ઇન્વેસ્ટિગેશન ઓફિસરે તપાસ હાથ ધરતાં આ કૌભાંડ સામે આવ્યું હતું. દુકાન માલિક હસમુખ પનારા સામે કૉપીરાઇટ એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો છે.અને વધુ કાર્યવાહી ચાલી રહી છે. દુકાન માલિક હસમુખ પનારાએ પણ એ દવા બહારથી મંગાવી હોવાનો ખુલાસો કર્યો છે. 

મગફળીમાં થયેલ નુકશાનનું વળતર આપો: ખેડુત ભગીરથસિંહ 

ધ્રોલના રાજપર ગામના ખેડૂત ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું કે તેને મગફળીની ફુગનાશક દવા કામધેનુ એગ્રોમાંથી લીધી હતી. કુલ 15 જંતુનાશક દવાની બોટલ જેના રૂ.33,000 ચૂકવ્યા હતા. હાલ તે દવાનો મગફળીમાં છંટકાવ કરી દીધો છે. પરંતુ તે દવાના કારણે મગફળી પીળાશ પડતી થતાં દવામાં શંકા ગઈ હતી. બાદમાં તે દવાના કંપનીને જાણ કરતાં કંપનીના ઇન્વેસ્ટિગેશન ઓફિસે તપાસ કરી હતી. જે તપાસમાં દવા ડુપ્લીકેટ હોવાનું માલૂમ પડ્યું હતું. પરંતુ મગફળીના પાકને નુકશાન થયું છે. તેના જવાબદાર કોણ? મગફળીનું વળતર આપવા માંગ કરી છે.

ડુપ્લીકેટ દવામાં મારો કોઈ રોલ નથી: દુકાનધારક 

કામધેનુ એગ્રોના હસમુખ પનારાએ જણાવ્યું કે મારી દુકાનેથી મળી આવેલ ડુપ્લીકેટ દવાનો જથ્થો મે ખોડલ એન્ટરપ્રાઇઝ ધ્રોલ નામની પેઢીમાંથી લીધો હતો. જેનું બિલ પણ છે. આ દવામાં મારો કોઈ રોલ નથી.

Leave a Comment