Ambalal Patel Forecast: અંબાલાલનું એલર્ટ! ગુજરાતમાં 48 કલાકે ‘મેઘ તાંડવ’ – આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી 

Ambalal Patel Forecast: સમગ્ર ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ફરી એક વાર ભારતીય અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 8 થી 9 સપ્ટેમ્બર રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લા જેમકે જામનગર રાજકોટ જુનાગઢ સહિતના સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં અને દક્ષિણ ગુજરાતમાં પવનની ગતિ વધી શકે છે તેવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલની આગાહી આમ તો ઘણીવાર સાચી પડતી હોય છે પરંતુ આ વખતે તેમને ભારે વરસાદની ફરી એકવાર આગાહી કરી છે

અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

અંબાલાલ પટેલ દ્વારા હાલમાં જે આગાહી કરવામાં આવી છે તે મુજબ તેમણે જણાવ્યું છે કે 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે સાથે વધુ એક સિસ્ટમ સક્રિય થઈ છે જેમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદ પડી શકે છે લો પ્રેસર એરિયા ગુજરાત પર આવશે જેના કારણે સૌરાષ્ટ્રના જામનગર રાજકોટ સહિતના અનેક જિલ્લાઓમાં પવનની ગતિ વધી શકે છે અને ભારે વરસાદ સાથે પવન ફૂંકાઈ શકે છે કેટલાક વિસ્તારોમાં તો 45 km ની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે

અંબાલાલે આગામી 48 કલાકનું એલર્ટ આપ્યું

વધુમાં જણાવી દઈએ તો અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી હાલમાં કરવામાં આવી છે તે મુજબ તેમણે જણાવ્યું છે કે આગામી 48 કલાક દરમિયાન ગુજરાત ભરમાં ભારે વરસાદ પડી શકે છે ક્યાંક ગાજવીજ સાથે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી શકે છે ગુજરાતના સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરી છે સાથે જ મહેસાણા પાલનપુર અને ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી શકે છે મધ્ય ગુજરાતમાં પણ ખાસ કરીને મહીસાગરમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે આ સાથે જ ગાંધીનગર અને અમદાવાદમાં આગામી ત્રણ થી ચાર દિવસ દરમિયાન ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે

હાલ સૌરાષ્ટ્રને ગુજરાતના વિવિધ ભાગોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેમના તેમણે જણાવ્યું છે કે આઠ સપ્ટેમ્બર એટલે કે આવતીકાલે મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે સાથે જ કૃષિ પાક માટે પણ નુકસાન બને તેવી શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે ગુજરાતમાંથી ચોમાસુ 25 ડિસેમ્બરની આસપાસ વિદાય તેવી શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવે છે હાલ જામનગર સહિત અનેક સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે

Leave a Comment