UPSC vacancy 2025: યુપીએસસી દ્વારા સારી નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે, જય યુપીએસસી લઈ આવ્યું છે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) નજીકના સમયમાં 200 થી વધારે નોકરી માટેની જગ્યા બહાર પાડવાનું છે. તેમાં વિવિધ વિભાગોમાં ભરતી બહાર આવી શકે છે, જેમ કે ભારત સરકારના કાયદા અને ન્યાય મંત્રાલય, શાળા શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, તબીબી વિભાગ સહિત ઘણા બધા વિભાગોમાં UPSC દ્વારા નજીકના સમયમાં 200 જેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પડવાની છે.
સૂત્રોથી મળતી માહિતી મુજબ જોઈએ તો, UPSC નજીકના સમયમાં આ ભરતી બહાર પડી શકે છે. સરકારી નોકરીની તૈયાર કરી રહેલા ઉમેદવારો માટે આ એક સારી તક સાબિત થઈ શકે છે
અહીં અલગ અલગ પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક લાયકાતો અને ઉંમર મર્યાદાઓમાં પણ ફેરફાર હોઈ શકે છે. UPSC નજીકના સમયમાં પોતાની વેબસાઈટ પર આ બધી જ બાબતોની વિગતો પ્રકાશિત કરશે, જેની અંદર શૈક્ષણિક લાયકાત, વહી મર્યાદા, ઉમર, અપલોડ કરવાના જરૂરી દસ્તાવેજો,, અનુભવ, ઉમેદવારો ની ભરતી સંખ્યા, પગાર ધોરણ, ફરજો આ બધી જ બાબતોની માહિતી આપવામાં આવશે.
અરજી શરૂ થવાની તારીખ:13 સપ્ટેમ્બર
13 સપ્ટેમ્બર થી UPSC દ્વારા આ ભરતીની ઓનલાઇન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ અરજી કરવા માટે અધિકારીક વેબસાઈટ https:upsconline.gov.in/pra/ રહેશે. અહીં ઓનલાઇન અરજી (UPSC ORA)નું ફોર્મ ભરવાનું રહેશે. આ ભરતી સંબંધીત તમામ માહિતી મેળવવા માંગતા ઉમેદવારોએ આ વેબસાઈટ પર નવી અપડેટ જોતું રહેવું 2 ઓક્ટોબર 2025 ફોર્મ ભરવાની અંતિમ તારીખ રહેશે
UPSC 84 જગ્યા પર ભરતી, જલ્દી વિન્ડો થશે બંધ
આ સરકારી ભરતીની પ્રક્રિયા11 સપ્ટેમ્બર 2025 સુધી ચાલશે. આ ભરતી UPSC દ્વારા CBI માં પબ્લિક પ્રોસિક્યુટર તેમજ આસિસ્ટન્ટ પ્રોસિક્યુટર અને સ્કૂલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ માં લેક્ચર ની ટોટલ 84 જગ્યાઓ ભરવાની છે અરજી કરવા માંગતા ઇચ્છુક ઉમેદવારોએ તેની અધિકારિક વેબસાઈટ પરથી સંપૂર્ણ માહિતી મેળવી અરજી કરી દેવી.