ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાના નિયમો બદલાયા,પ્રશ્નપત્રોમાં કરાયા મોટા ફેરફાર 

Std.10-12 Board Exams Rule: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વનું નિર્ણય લેવામાં આવ્યો છે અને પરીક્ષા પેપરની સ્ટાઈલમાં મોટા ફેરફાર કર્યા છે આ નવા ફેરફાર અને નવા નિયમની અસર તમામ વિદ્યાર્થીઓને પરીક્ષામાં પડવાની છે કારણ કે આગામી ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાને લઈને મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે આપ સૌને જણાવી દઈએ તો વર્ષ 2025-26 પરીક્ષામાં મોટા ફેરફાર થવાથી હવે તમામ વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર લખવામાં ખાસ કરીને દિવ્યાંગ વિદ્યાર્થીઓને મૂંઝવણ થતી હતી પરંતુ હવે તેમના હિત માટે પણ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે અગાઉ પણ પરીક્ષા પેટર્નને લઈને મોટા ફેરફાર ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવ્યા હતા ફરી એકવાર નવા નિયમો બદલવામાં આવ્યા છે આગામી સમયમાં આ અંગે વધુ વિગતો સામે આવી શકે છે પરંતુ હાલમાં જે વિગતો સામે આવી છે તે મુજબ નવા પ્રશ્નપત્ર ના નમુના પણ જાહેર કરવામાં આવ્યા છે આ સાથે જ પેપર સ્ટાઇલમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે

ધોરણ 10 અને 12 ની પરીક્ષામાં ફેરફાર

મળતી માહિતી અનુસાર ધોરણ 10 અને 12 ની પરીક્ષા પ્રશ્નપત્રોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 માટે એટલે કે આગામી બોર્ડની પરીક્ષા માટે મહત્વના ફેરફાર કરવા છે જેમાં ધોરણ 10 અને ધોરણ 12 ના ગણિત આ સિવાય અંગ્રેજી, અર્થશાસ્ત્ર, સામાન્ય વિજ્ઞાન સહિતના વિષયોના પ્રશ્નપત્રમાં મોટા ફેરફાર કર્યા છે જેમાં દ્રષ્ટિહિન વિદ્યાર્થીઓ માટે વિકલ્પ પ્રશ્નો આપવા મામલે પણ તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને નોંધ લેવા જણાવવામાં આવ્યું છે જેથી એ દિવ્યાંગ છે જે જોઈ શકતા નથી તેમના માટે પણ આ મહત્વનો ફેરફાર ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે આગામી દિવસોમાં હજુ પણ આ અંગે મોટા ફેરફાર થાય તેવી શક્યતાઓ છે

શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ આ અંગે વિગતો મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે ગયા વર્ષે બોર્ડની પરીક્ષામાં સામાન્ય અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રમાં ઘણી બધી મૂંઝવણ કરી હતી જેના કારણે આ મહત્વની નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં દ્રષ્ટિગીન વિદ્યાર્થીઓ માટે સવાલો સામાન્ય વિદ્યાર્થીઓએ લખ્યા હોવાનું સામે આવ્યું હતું ત્યારે સરકારે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ધોરણ 10 12 ના પ્રશ્નપત્રમાં જરૂરી મહત્વના ફેરફાર કરવામાં આવ્યો છે જેથી તમામ દિવ્યાંગ બાળકોને આપ આ ફેરફારનો મોટો ફાયદો થશે

Leave a Comment