8th pay commission 2025: સરકારી કર્મચારીઓ અને પેન્શન ધારકો આઠમા પગાર પંચની રાહ જોઈને બેઠા છે એવામાં કેન્દ્ર સરકાર તરફથી ટૂંક સમયમાં આ પગાર પંચ લાગુ થશે તેવા સમાચાર કેન્દ્ર સરકાર તરફથી બહાર પાડવામાં આવ્યા છે ટૂંક સમયમાં જ કેન્દ્રીય કર્મચારીઓની પેન્શન જારોની રાહ પુરી થવાની છે. કેન્દ્ર સરકારની રાજ્ય સરકાર સાથે આ અંગેની ચર્ચાઓ અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે. ખૂબ જ ટૂંકા સમયમાં આઠમા પગાર પંચની જાહેરાત થશે તેવું વર્તમાન સમયના જાહેરાતો અને પરિબળો પરથી દેખાઈ રહ્યું છે
સૂત્રોનું કહેવું છે કે નેશનલ ફેડરેશન ના પ્રતિનિધિ મત્રી મંડળે (GENC) કેન્દ્રીય રાજ્ય મંત્રી જીતેન્દ્રસિંહ સાથે મુલાકાત કરી હતી. અને આ અંગે ચર્ચા કરી હતી આથી ખુબ ટૂંકા સમયમાં આઠમા પગાર પંચની જાહેરાત થશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે
કેન્દ્રીય રાજ્ય મંત્રી સાથે આ અંગે થયેલ વાત વાતચીત
નેશનલ ફેડરેશનના પ્રતિનિધિમંડળે કેન્દ્રીય રાજ્ય મંત્રીને આઠમા પગાર પંચની અમલવારીમાં કેમ મોડું થઈ રહ્યું છે તેના મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. આ પ્રતિનિધિ મંડળ ભારતીય મજુર સંઘ (BMS) સાથે જોડાયેલ ઉદ્યોગ સંઘોનું મુખ્ય સંગઠન છે.
આઠમા પગાર પંચની જાહેરાત આ વર્ષની શરૂઆતના જાન્યુઆરી મહિનામાં થઈ ગયેલ હતી પરંતુ ત્યારબાદ તેની કોઈપણ અપડેટ આવેલ ન હતી તો આ સમયે કર્મચારીઓ પંચના સભ્યોની નિમણૂક ક્યારે થશે? તેમજ ટર્મ્સ ઓફ રેફરન્સ (ToR) છેલ્લી રૂપ રેખાની હવે રાહ જોઈ રહ્યા છે.
બેઠકમાં પ્રકાશિત થયેલા મુદ્દાઓ
નેશનલ ફેડરેશન પ્રતિનિધિ મંડળે કેન્દ્રીય રાજ્ય મંત્રી સાથે થયેલી બેઠકમાં ઘણા બધા મુદ્દા ઉપર ચર્ચા કરેલી હતી જેમકે, આઠમુ પગાર પંચ ક્યારે લાગુ થશે, નેશનલ પેન્શન સિસ્ટમની, યુનિફાઇડ પેન્શન સ્ટીમ (UPS) બંધ કરવા બાબત, જૂની પેન્શન યોજના (OPS) ફરી લાગુ કરવા માટે, કોબીજના સમયમાં સ્થગિત થયેલા 18 18 મહિનાના ડી.એ ની ચુકવણી કરવા, જેવા વિવિધ મુદ્દા ઉપર પ્રતિનિધિ મંડળે જ ચર્ચા કરેલી હતી.
સેન્ટ્રલ પે કમિશન નજીકના સમયમાં બનશે
કેન્દ્રીય રાજ્ય મંત્રી જીતેન્દ્રસિંહ એ પ્રતિનિધિમંડળને ખાતરીઆપતા જણાવ્યું છે કે, હાથમાં સેન્ટ્રલ કમિશનની સ્થાપના ઝડપથી કરવામાં આવશે અને સાથે જણાવ્યું છે તે પેન્શન સચિવ સાથે ઝડપથી બેઠક કરી 0 ઓ પી એસ પણ ફરીથી શરૂ કરવામાં આવશે.
સાથે જ બેઠકમાં, ભરતીમાં વધારો કરવા, કર્મચારીઓના કેડરની સમીક્ષા કરવા, નિયમિત જેસીએમ ની બેઠકોની નિશ્ચિતતા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી સાથે જ અમુક માંગણીઓની નોંધ પણ કરવામાં આવી હતી સરકારી કર્મચારીઓનું લાંબા સમયથી બાકી રહેલું, મુખ્ય માગણીઓનું સમાવેશ કરતું ‘મેમોરેન્ડમ’ પ્રતિનિધિ મંડળે કેન્દ્રીય રાજ્યમંત્રીને સોપ્યું હતું
આઠમા પગાર પંચનું મહત્વ
આઠમા પગાર પંચથી સરકારી કર્મચારી અને પેન્શન ધારકોને પગાર, મોંઘવારી ભથ્થુ, તેમજ પેન્શનમાં મોટો લાભ મળશે જોવા જઈએ તો સરકારી કર્મચારી અને પેન્શન ધારકોની આવક દર 10 વર્ષે પગાર પંચ દ્વારા નક્કી થાય છે છેલ્લે સાતમો પગાર પંચ લાગુ થયો હતો.