Credit Card પર નવો કડક નિયમ – વારંવારના ટ્રાન્ઝેક્શન પર આવશે Income Tax Inquiry, જાણો સંપૂર્ણ ડિટેઇલ્સ

ઓનલાઇન એપોની  ખરીદી સ્કીમોમાં પણ ક્રેડિટ કાર્ડ ઉપર ડિસ્કાઉન્ટ હવે વધતું જાય છે, આ સિવાય ફ્લાઇટ બુકિંગ, કે ઓનલાઇન પેમેન્ટ ક્રેડિટ કાર્ડ ઉપરથી થઈ શકે છે, જેમની પાસે ક્રેડિટ કાર્ડ છે તે પોતાના મિત્રો અને સગા વાલા ને પણ ક્રેડિટ કાર્ડ મદદ થી ખરીદી કરવામાં મદદ કરતા હોય છે. પછી સગા વાલા કે મિત્રો યુપીઆઈ કે ઓનલાઇન પેમેન્ટ કરી દેતા હોય છે 

 ત્યારે અહીં એક વસ્તુ વિચારવી જરૂરી છે કે તમે ક્રેડિટ કાર્ડ ઉપર આવકના મોટા વ્યવહારો કે વારંવાર વહેવારો કરશો તો આવકવેરા દ્વારા તમારી પૂછપરછ થઈ શકે છે. જેની તમારે સાબિતી આપવી પડે છે, જેમકે આ પૈસા ક્યાંથી આવ્યા, તમારી આવકની માહિતી આપવી પડે

મર્યાદા થી વધારે પૈસાની આપ-લે માટે  ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો ઇન્કમટેક્સ તમને પૂછપરછ કરી શકે છે

ઉદાહરણ: ધારો કે રાહુલે તેના મિત્ર અજય માટે તેના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ₹75,000 નું લેપટોપ ઓનલાઈન ખરીદ્યું. અજયે બીજા દિવસે UPI દ્વારા રાહુલને ₹75,000 ટ્રાન્સફર કર્યા. હવે જો આવું એક કે બે વાર થાય તો કોઈ સમસ્યા નથી. પરંતુ જો રાહુલ વારંવાર તેના કાર્ડમાંથી અજય અથવા અન્ય મિત્રો માટે ખર્ચ કરે છે અને પછી તેઓ UPI અથવા બેંક ટ્રાન્સફર દ્વારા પૈસા મેળવે છે, તો આવકવેરા વિભાગને લાગશે કે રાહુલ આ પૈસા આવક તરીકે મેળવી રહ્યો છે.

ઉદાહરણ જોઈએ તો, 

મીત ₹૩૦,૦૦હજાર રૂપિયાનું ટીવી ખરીદે છે, તેના માટે તે પોતાના મિત્ર પિયુષના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે હવે આ પૈસા તે પિયુષ ના ખાતામાં UPI થી અથવા તો ઓનલાઇન ટ્રાન્સફર કરે છે. હવે બીજીવાર મિત પિયુષના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી ₹ 15,000 નો મોબાઇલ ખરીદે છે. આવું એક બે વાર થાય ત્યાં સુધી ઠીક છે. પરંતુ જો મિત દ્વારા પિયુષના ક્રેડિટ કાર્ડનો વારંવાર ઉપયોગ કરવામાં આવે. તો પિયુષ ના ખાતામાં થતા મીતના ટ્રાન્જેક્શન ઉપર આવકવેરાની પૂછપરછ થઈ શકે છે. અહીં એવું પણ આવકવેરા દ્વારા જોઈ શકાય કે પિયુષ મીતના પૈસાનો આવકવે તરીકે ઉપયોગ કરે છે અને તેની પૂછપરછ થઈ શકે.

નિયમો અનુસાર 

ક્રેડિટ કાર્ડની મર્યાદા દસ લાખ સુધીની હોય છે જોકે આમાં ફેરફાર પણ હોઈ શકે. પરંતુ સામાન્ય પણ એ જોઈએ તો જો તમે 10 લાખ  કે તેનાથી  વધારે ખર્ચ કરો છો તો તમારે તમારા બેંકની માહિતી આવકવેરા વિભાગની આપવી પડશે જો ક્રેડિટ કાર્ડના એક લાખ પરના બિલ તમે રોકડથી ચૂકવો છો તો તમે શંકાસ્પદ પરિસ્થિતિ માં આવી શકો છો તેથી બને તો દસ્તાવેજ વિના કોઈ ટ્રાન્સફર કરવું નહીં.  જો આવું બને તો તમારે દંડ પણ ભરવો પડે તેથી બને ત્યાં સુધી UPI, NEFT કે IMPS બેન્કિંગ ચેનલ નો ઉપયોગ કરવો વધુ હિતાવહ રહેશે.

આવકવેરા નિષ્ણાંતો નું  કહેવું છે કે નાના નાના સામાન્ય ફેરફારો આવકવેરા ઉપર ખાસ અસર કરતા નથી પરંતુ જો આ બાબતો કે ટ્રાન્ઝેક્શન વારંવાર કે આદત બની જાય તો તમે આવક વિભાગ વેરા ની શંકા ઘેરામાં આવી શકો છો?

સુરક્ષા કઈ રીતે મેળવવી

  • બને ત્યાં સુધી નાણાકીય વ્યવહારોના બેંક રેકોર્ડ સાચવીને રાખો.
  • રોકડ  લેણદેણ ની જગ્યાએ યુપીઆઈ છે બેન્ક ટ્રાન્જેક્શન નો ઉપયોગ કરો.
  • વારંવાર થતાં ટ્રાન્ઝેક્શનનો વ્યવસાય પ્રવૃત્તિ ની અંદર આવી શકે, તો ઉપરાઉપરી ટ્રાન્ઝેકશન  ટાળો.
  • મોટી રકમને લઈને વ્યવહાર કરો છો તો, કરાર અથવા લેખિત સંમતિ લેવાનું આગ્રહ રાખો.

Leave a Comment