સોનાના ભાવમાં તોફાની ઉછાળો,24 કેરેટ ₹1.08 લાખ પાર, અમદાવાદ-સુરતના બજારમાં ચકચાર

Gold Prices Today: સોનાના ભાવમાં છેલ્લા ઘણા સમયથી સતત મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે સોનું સસ્તું થતા સામાન્ય લોકો માટે સારા સમાચાર હોય છે કારણ કે લગ્નની સીઝરમાં અને તહેવારની સિઝનમાં લોકો વધારે સોનું ખરીદવાનું પસંદ કરતા હોય છે આવા સંજોગોમાં 22 કેરેટ થી માંડીને 24 કેરેટ સોનાની કિંમત 10 ગ્રામની ખુબ જ સતત વધી રહી છે વધતા સોનાના ભાવથી રોકાણકારોને મોટો ફાયદો થતો હોય છે તો બીજી તરફ મધ્યમ વર્ગીય નાગરિક જેવો સોનું ખરીદવાનો રસ ધરાવે છે તેમના માટે ઘણીવાર ક્યાંકને ક્યાંક મુશ્કેલીઓ ભરેલા ભાવ જોવા મળતા હોય છે ત્યારે આજે અને ગયા દિવસે સોનાની 22 કેરેટ અને 24 કેરેટની શું છે કિંમત ચલો તમને વિસ્તારથી જણાવીએ સતત સોનાના ભાવમાં ઉછાળા સાથે હાલના લેટેસ્ટ ભાવ સામે આવ્યા છે

ગુજરાતમાં સતત સોનામાં જોરદાર ઉછાળો

સાત સપ્ટેમ્બર સુધીમાં સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે 22 કેરેટ સોનાનો ભાવ 99,450 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,08,490 ની આસપાસ પહોંચી ગયો છે સતત વધી રહેલા સોનાના ભાવને લઈને રોકાણકરોમાં તો ખુશી જોવા મળી રહી છે પરંતુ બીજી તરફ જે સામાન્ય નાગરિક છે જેવો સોનું ખરીદવાનો રસ ધરાવે છે તે ક્યાંક ને ક્યાંક વધતા સોનાના ભાવને લઈને નારાજ છે

અમદાવાદ, સુરત વડોદરામાં સતત વધ્યા ભાવ

અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં સતત છેલ્લા એક મહિનાથી સોનાના ભાવ વધી રહ્યા છે, વધતા સોનાના ભાવને લઈને સોની બજાર ક્યાંક ફિકી જોવા મળી રહે છે આ સાથે જ અમદાવાદ શહેર અને સુરત શહેર વડોદરા શહેરની વાત કરીએ તો ત્રણેય શહેરમાં એક સરખા ભાવ જોવા મળી રહ્યા છે સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે અમદાવાદમાં જે ભાવ સોનાના 22 કેરેટ અને 24 કેરેટના હોય છે તે ભાવ સમાન અલગ શહેરમાં પણ જોવા મળતા હોય છે જેમકે 22 કેરેટ સોનાનો ભાવ 99,500 પ્રતિ 10 ગ્રામની આસપાસ પહોંચી ગયો છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,08,520 ની આસપાસ પહોંચી ગયો છે

ભારતના મહાનગરોમાં પણ સોનાના ભાવમાં તેજી

દેશની રાજધાની દિલ્હીની વાત કરી તો દિલ્હીમાં પણ સતત સોનાનો ભાવ આસમાને પહોંચતો જોવા મળી રહ્યો છે દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹99,600 ની આસપાસ પહોંચી ગયો છે જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹1,08,620 રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે. આ સિવાય મુંબઈ શહેરની વાત કરે તો મુંબઈ શહેરમાં પણ 24 કેરેટ સોનાનો ભાવ 1,08,490 ને આસપાસ પહોંચી ગયો છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 99,450 રૂપિયા પહોંચી ગયો છે

Leave a Comment