Gujarat Rain Forecast: ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે જામનગર શહેરના અનેક વિસ્તારોમાં પણ રહ્યો છે ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિતના રાજ્યોમાં મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે નદી નાણાઓ અને ડેમ પણ છલકાઈ ગયા હતા આ સાથે જ હવામાન વિભાગ દ્વારા પણ મહત્વની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ છ તારીખે એટલે કે આજથી લઈને સાત સપ્ટેમ્બર અને આઠ સપ્ટેમ્બર સુધી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ પડી શકે છે હાલ જામનગર શહેરમાં ધીમીધારે મેઘ મહેર જોવા મળી હતી સાથે જ જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે ધ્રોલ તાલુકાના અને ગામડાઓમાં પણ ધીમી ધારે વરસાદ નોંધાયો હતો
ગુજરાત આ 5 જિલ્લામાં રેડ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેના અનુસંધાને રાજ્યના પાંચ જિલ્લાઓ રેડ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે 6 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે ગુજરાતના અનેક ભાગોમાં ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ સિવાય સુરેન્દ્રનગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ગામડાઓમાં વરસાદ વરસતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા આ સાથે જ ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે કારણ કે ખેડૂતોને જે પ્રકારનો વરસાદ જોતો હતો તે પ્રકારનો વરસાદ હાલ વરસી રહ્યો છે તેવું માનવું છે
ગુજરાતના આ જિલ્લામાં યલો એલર્ટ
આ સિવાય ગુજરાતના અનેક જિલ્લાઓ છે જ્યાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ ડરવાની જરૂર નથી કારણ કે મેઘરાજા ભારતના અનેક રાજ્યોમાં ધોધમાર વરસી રહ્યો છે તો બીજી તરફ ગુજરાતમાં પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી ત્યારે ઓરેન્જ એલર્ટ પાટણ ખેડા મોરબી બોટાદ રાજકોટ જિલ્લામાં આપવામાં આવ્યું છે આ સાથે જ દેવભૂમિ દ્વારકા જામનગર સહિત સોમનાથ અમરેલી અને અમદાવાદ ભરૂચ વડોદરા છોટાઉદેપુર સુરત નવસારી ડાંગ વલસાડ જેવા જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે
8 સપ્ટેમ્બર સુધી હવામાન વિભાગની આગાહી
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના જામનગર રાજકોટ જુનાગઢ સોમનાથ સહિતના જિલ્લાઓમાં આઠ સપ્ટેમ્બર સુધી ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે આગાહીને અનુસંધાને જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના અનેક ગામડાઓમાં ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જોડિયા શહેરમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ નોંધાયો હતો આ સિવાય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધીમીધારે તો ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે હજુ આઠ તારીખ સુધીમાં હવામાન વિભાગની આગાહી છે ગુજરાતના સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ધીમીધારે તો ક્યાંક ઝરમર વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે
રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી મેઘરાજા વિરામ લીધો હતો પરંતુ હવે હાલના સમયમાં વરસાદી માહોલ ત્યાં પણ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વાદળછાયું વાતાવરણ છવાયું છે