UPI યુઝર્સ માટે ધમાકેદાર ખુશખબર હવે માત્ર 24 કલાકમાં થશે રૂ.10 લાખ સુધીનું ટ્રાન્ઝેક્શન

UPI Transaction Limit New Rules:  જાણીએ કે હવે ટ્રાન્જેક્શન મર્યાદામાં વધારો થયો છે. આ વધારો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા અમુક ખાસ પ્રકારના વહેવારો માટે નોનપત્ર વધારો કરવા જાહેરાત કરવામાં આવી છે. 15 સપ્ટેમ્બર 2025 થી આ નવા નિયમ અમલમાં આવશે. ફેરફાર સાથે વાત કરીએ તો ટેક્સ ચૂકવવા માટે, વીમા પ્રીમિયમ ચૂકવવા માટે, લોનની ઇએમઆઇ ભરવા,, શેર બજાર ના રોકાણ માટે તેમજ મોટા રોકાણો માટે ₹10 લાખ રૂપિયાનું સુધીનું ટ્રાન્ઝેક્શન 24 કલાક સુધીમાં થઈ શકશે

અત્યાર સુધી એક લાખની લિમિટ હતી 

અત્યારે જે લિમિટ વધારીને 10 લાખ રૂપિયા સુધીની કરવામાં આવેલી છે તે અગાઉ એક લાખ રૂપિયા સુધીની હતી જેમાં 24 કલાકમાં માત્ર એક જ લાખ રૂપિયા સુધીનું ટ્રાન્ઝેક્શન થઈ શકતું હતું. હવે તે વધારીને રૂપિયા દસ લાખ કરવામાં આવે છે. એટલે કે UPI દ્વારા જે ટ્રાન્જેક્શન થશે તેની પ્રતિ લિમિટ પાંચ લાખ રૂપિયા  અને દસ લાખ રૂપિયા 24 કલાકની અંદર ટ્રાન્ઝેક્શન થઈ શકશે 15 સપ્ટેમ્બર ટેક્સ ભરવાની અંતિમ તારીખ ધ્યાનમાં રાખી આ નિર્ણય અમલી કરાયો છે.

‘ પર્સન્ટ ટુ મર્ચન્ટ’ માટે જ ખાસ આ નિયમ

આપને જણાવી દઈએ કે માત્ર વેરીફાઈ બિઝનેસ એકાઉન્ટ આ ટ્રાન્જેક્શન થઈ શકશે. એટલે કે વ્યક્તિ ના વેપારીને કરતા ટ્રાન્ઝેક્શન આ નિયમ લાગુ પડશે, એક વ્યક્તિથી બીજી વ્યક્તિના ટ્રાન્ઝેક્શન માટે આ નિયમ લાગુ નહીં પડે. 

વીમા કંપનીઓ, બ્રોકરેજ ફર્મ, એક્સ પોર્ટલ, બેંક જેવી સંસ્થાઓ આ યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં સામેલ થઈ શકશે બાકી વ્યક્તિથી વ્યક્તિ  ને કરવામાં આવેલ ટ્રાન્ઝેક્શન માટે ટ્રાન્જેક્શન લિમિટેડ એક લાખ રૂપિયા સુધીની જ રહેશે તેમાં કોઈ ફેરફાર નથી.

15 સપ્ટેમ્બરથી નિયમ લાગુ

NCPI દ્વારા બધી જ બેંકો, એપ્સ તેમજ પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર માટે આ નવો નવો નિયમ લાગુ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. બેંકોને તેની પેમેન્ટ લિમિટ નક્કી કરવાની તેમજ ફેરફાર કરવાની છુટ અહીં આપવામાં આવી છે. તેથી શક્યતાઓ એવી પણ છે કે અમુક કિસ્સાઓમાં આ નિયમ તાત્કાલિક લાગુ ન થઈ શકે પરંતુ નક્કી કરેલા  મોટાભાગ ના ક્ષેત્રમાં આ નિયમ 15 સપ્ટેમ્બર થી અમલી થઈ જશે.

નવા નિયમની માહિતી

  • લોન ઈએમઆઈ માટે
  • બિઝનેસ ટુ બિઝનેસ કલેક્શન માટે 
  • આ બધા માટે હવે ટ્રાન્ઝેક્શન એક જ વખતમાં પાંચ લાખ થી દસ લાખ રૂપિયા સુધીનું 24 કલાકમાં થઈ શકશે.
  • વીમા અને કેપિટલ માર્કેટની લિમિટ બે લાખ રૂપિયાની હતી તે વધારીને પાંચ થી દસ લાખ રૂપિયા સુધીની મર્યાદા વધારી. 
  • વિદેશી મુદ્રા ખરીદ વેચાણ માટે તેમજ ડિજિટલ એકાઉન્ટ ખોલવા માટે તેમજ FD બનાવવા માટે પાંચ લાખ સુધીની ટ્રાન્ઝેક્શન છુટ આપવામાં આવી.

Leave a Comment