Gujarat Weather: ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી, 18 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે  

Gujarat Weather: લાંબા વિરામ બાદ હવામાન વિભાગ દ્વારા ફરી એક વાર વરસાદની આગાહી કરી છે ખાસ કરીને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવે છે આગામી 48 કલાકમાં જામનગર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે અનેક જિલ્લાઓમાં વરસાદ ધબધબાટી બોલાવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવે છે આપ સૌને જણાવી દઈએ તો નવસારી વલસાડ તાપી ડાંગ તેમજ દાદરા નગર હવેલી અને રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ 30 થી 40 કિમી ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે

હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે મુજબ ચાર તારીખથી લઈને 7 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રના જામનગર દ્વારકા સહિતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના 111 જળાશયો હાઇએલર્ટ પર મૂકવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગ દ્વારા ફરી એક વાર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

આ જિલ્લામાં ફરી મેઘરાજા ધબધબાટી બોલાવશે

Gujarat Rain: હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરી છે તે મુજબ નર્મદા તેમજ તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જામનગર રાજકોટ સૌરાષ્ટ્રના અનેક જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે વલસાડ શહેરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે અન્ય જિલ્લાઓમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે

આગામી પાંચ થી છ તારીખ સુધીમાં નર્મદા તેમજ સુરત ડાંગ ભરુચ વલસાડ છોટાઉદેપુર નવસારી સહિતના શહેરમાં વરસાદ પડી શકે છે તાપી ડાંગ અમરેલી બોટાદ ભાવનગર આ સિવાય નવસારી વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આગામી બેથી ત્રણ દિવસ અને 48 કલાક દરમિયાન 18 જિલ્લાઓમાં યલો એલર્ટની જાહેરાત કરી છે જેથી ગાંધી સાથે ભારે વરસાદ વરસી શકે છે

Leave a Comment